By: Abp Asmita
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના તમામ ઝોનમાં આકરી ગરમી પડી શકે છે.. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.. 12 મે સુધી રાજ્યના નાગરિકોને તાપનું ટોર્ચર સહન કરવાનો વારો આવશે.. જો કે અંબાલાલ પટેલનું એવુ પણ અનુમાન છે કે 15 મે બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે.. 12 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.. અને 15 મેથી 23 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.. જેનાથી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ પણ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. 10 મેથી એટલે કે કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.. કચ્છ-સૌરાષ્ટ્રમાં 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે.. આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે તો ઉત્તર ગુજરાતના પાટણ,બનાસકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આકરી ગરમીને પગલે હવામાન વિભાગે બપોરના સમયે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે..












